top of page

Vision

 

 

               સાંપ્રત સમયની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને આવતીકાલના શાંત, સ્વસ્થ અને સંવાદિતાપૂર્ણ જીવન માટેની કેળવણી  આપવી જેનો પ્રારંભ આત્મપરિચયથી થાય અને પરા તથા અપરા વિદ્યાની પ્રાપ્તી દ્વારા સર્વાંગી વિકાસની સંપ્રાપ્તિ સંભવ બને. શાળામાંથી કેળવણી પામીને સમાજ જીવનમાં પ્રવેશતો પ્રત્યેક વિદ્યાર્થી મૂલ્યનિષ્ઠ ઉદાત્ત લક્ષ્યો માટે સમર્પિત ભાવ કેળવીને પોતાને સોંપાયેલા ઇશ્વરદત્ત કાર્યોને હાથ ધરવા પ્રવૃત્ત બને.

 

શાળાનો વિકાસક્રમ:

શાળાની સ્થાપના :   ઇ.સ. 1968

કુલ વર્ગોની સંખ્યા :  18

કુલ વિદ્યાર્થી (મા.વિ.) : 585 વિદ્યાર્થીઓ

કુલ વિદ્યાર્થી ( ઉ.મા.વિ.) : 677 વિદ્યાર્થીઓ

શાળાનું નામ : શ્રીમતિ ઇન્દિરાબેન નાનુભાઇ ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુરત.

શાળાના ટ્રસ્ટીશ્રીઓ : શ્રી અશ્વિનભાઇ મહેતા - ઉપપ્રમુખશ્રી , શ્રી જગદીશભાઇ ટેકરાવાળા - ટ્રસ્ટી ,

                                     શ્રી રજનીકાંત બચકાનીવાલા - ટ્રસ્ટી , શ્રી કૌશલભાઇ દેસાઇ - ટ્રસ્ટી

વિજ્ઞાન અને કોમર્સના વર્ગોની શરૂઆત : 1986

આર્ટસ વર્ગની શરૂઆત : 1988-89

સાયન્સ (નોન-ગ્રાંટેડ) વર્ગની શરૂઆત : ઇ.સ. 2000

 

 

 

 

                      શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ આઇ એન ટેકરાવાળા હાઇસ્કૂલ અને હાયર સેકંડરી સ્કૂલનાં દ્વિતીય e-magazine નાં Launching પ્રસંગે વર્ષ 2013-14 માં IT યુગમાં 10 વર્ષ પુરાં કરનારી અને e-school concept રાજ્યભરમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓના હિતમાં અમલી બનાવનાર આપણી શાળા પોતાનાં પ્રત્યેક વર્ષમાં નવાં વિચારો અમલી બનાવે છે. પ્રત્યેક વિદ્યાર્થીના e-mail થી બનાવેલ club ને આ વર્ષે પ્રથમ સત્રમાં e-magazine દ્વારા e-news letter આપવાની શરૂઆત થઇ. હવે બીજા સત્રમાં સતત પ્રવૃત્તિઓની e-zalak દર્શાવી છે. વાર્ષિક ઇનામ વિતરણ એટલેકે 35મો 'સિધ્ધિ પ્રેરણા મહોત્સવ' તથા વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે) માં સાંસ્કૃતિક, રમતગમતનાં રૂ. 3,81,000 ના ઇનામો આપવામાં આવ્યા. રાષ્ટ્રિય લેવલ પર સિધ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓ અને રાજ્ય કક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત શિક્ષકોનું પણ સન્માન કરાયું. 100gm, 60gm, 50gm, 40gm શુધ્ધ ચાંદીના મેડલો દ્વારા તથા 8GB પેનડ્રાઇવ આપીને વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

              સરદાર એવોર્ડ વિજેતા રમતવીર પલ્લવી ચૌધરી તથા સમગ્ર GTU માં મિકેનીકલ એન્જીનીયરિંગમાં પ્રથમ ગોલ્ડમેડાલીસ્ટ શ્રી પાર્થ પાઠકનું પણ સન્માન કરવામાં આવ્યું જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

              શાળા પરિવારને બીજા e-magazine પદાર્પણ પ્રસંગે હાર્દિક શુભકામના સહ. 

 

 શ્રી જ્યોતિર પંડયા - શાળાના આચાર્યશ્રી:

bottom of page