top of page

Vision

 

 

               સાંપ્રત સમયની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને આવતીકાલના શાંત, સ્વસ્થ અને સંવાદિતાપૂર્ણ જીવન માટેની કેળવણી  આપવી જેનો પ્રારંભ આત્મપરિચયથી થાય અને પરા તથા અપરા વિદ્યાની પ્રાપ્તી દ્વારા સર્વાંગી વિકાસની સંપ્રાપ્તિ સંભવ બને. શાળામાંથી કેળવણી પામીને સમાજ જીવનમાં પ્રવેશતો પ્રત્યેક વિદ્યાર્થી મૂલ્યનિષ્ઠ ઉદાત્ત લક્ષ્યો માટે સમર્પિત ભાવ કેળવીને પોતાને સોંપાયેલા ઇશ્વરદત્ત કાર્યોને હાથ ધરવા પ્રવૃત્ત બને.

 

શાળાનો વિકાસક્રમ:

શાળાની સ્થાપના :   ઇ.સ. 1968

કુલ વર્ગોની સંખ્યા :  18

કુલ વિદ્યાર્થી (મા.વિ.) : 585 વિદ્યાર્થીઓ

કુલ વિદ્યાર્થી ( ઉ.મા.વિ.) : 677 વિદ્યાર્થીઓ

શાળાનું નામ : શ્રીમતિ ઇન્દિરાબેન નાનુભાઇ ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુરત.

શાળાના ટ્રસ્ટીશ્રીઓ : શ્રી અશ્વિનભાઇ મહેતા - ઉપપ્રમુખશ્રી , શ્રી જગદીશભાઇ ટેકરાવાળા - ટ્રસ્ટી ,

                                     શ્રી રજનીકાંત બચકાનીવાલા - ટ્રસ્ટી , શ્રી કૌશલભાઇ દેસાઇ - ટ્રસ્ટી

વિજ્ઞાન અને કોમર્સના વર્ગોની શરૂઆત : 1986

આર્ટસ વર્ગની શરૂઆત : 1988-89

સાયન્સ (નોન-ગ્રાંટેડ) વર્ગની શરૂઆત : ઇ.સ. 2000

 

 

 

 

                      શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ આઇ એન ટેકરાવાળા હાઇસ્કૂલ અને હાયર સેકંડરી સ્કૂલનાં પ્રથમ e-magazine નાં Launching પ્રસંગે સતત e-schooling તરફ આગળ ધપતાં શાળાનું એક ઓર કદમ છે. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની e-mail club ને હવે e-magazine શાળાના ત્રૈમાસિક "સત્યમ" થી પણ વધુ ઝડપે માહિતી પહોચાડશે. તેને સતત update કરતા રહેવાનો પડકાર રહેશે. વાલીગણ, ટ્રસ્ટીગણ અને સુરતના શહેરીજનોને પણ હવે વિના ખર્ચે શાળાની સતત update મળી શકશે. શાળાનાં હજારો Alumany ને પણ website ઉપરાંત e-magazine સ્વરૂપે સંપર્કમાં રહેવું સરળ બનશે. શાળામાં સતત થતા રહેતા કાર્યક્રમોની રૂપેરી ઝલક તુરંત મળી રહેશે.

            શાળાના સુપરવાઇઝર મિત્રો અને કોમ્પ્યુટર સ્ટાફની મહેનત માત્રથી જ આ શક્ય બન્યુ છે. સૌને પ્રથમ e-magazine પ્રસંગે અભિનંદન. વર્ષની શરૂઆતમાં જીલ્લા રમતોત્સવની શાળાની શાનદાર શરૂઆત, Student Exchange Program હેઠળ ભુલકાભવન-7 વિદ્યાર્થી, ભુલકાવિહાર-5 વિદ્યાર્થી, સંસ્કારભારતી-7 વિદ્યાર્થી, L.P.Savani ના 5-વિદ્યાર્થા 1 Aug થી 8 Aug સુધી શાળામાં આવ્યા તથા 32 વિદ્યાર્થી આજ શાળાઓમાં 1 વીક માટે ગયાં. અલૂણા મહોત્સવની ભવ્ય ઉજવણી શાળામાં વિવિધ સ્પર્ધાઓ વરસાદી મહોલમાં થઇ.

                       શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ શહેરનું સેવાભાવી, આધુનિક અને અનુભવી, વિશાળ દ્રષ્ટી તથા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવનાર ટ્રસ્ટીગણ સાથે શહેરની સૌથી જુનામાંની એક સંસ્થા જે ટેકનોલોજીને સહારે સતત upgrade થઇને શહેરના કેન્દ્રમાં ટોચને સ્થાને પહોંચી છે. આ શાળાઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમોમાં સંપૂર્ણ શાળા એટલેકે બાળમંદિરથી હાયર સેકંડરીનાં વર્ગો તથા વિજ્ઞાનપ્રવાહ, કોમર્સ, આર્ટસ, ટેકનિકલ પ્રવાહો સાથેની શાળાઓ છે. 5 જેટલી કોમ્પ્યુટર અને 3 ડિજીટલ લેગ્વેજ લેબોમાં 550 થી વધુ કોમ્પ્યુટર્સ, વર્ચ્યુઅલ લેબ, e-library, રીસર્ચ રૂમો શાળા ધરાવે છે. શાળાનો શૈક્ષણિક ઇતિહાસ ભવ્ય છે. બોર્ડ દ્વારા રાજ્યની બીજા ક્રમની શાળા તથા SSC/HSC માં બોર્ડમાં પ્રથમ ક્રમ સાથે 50 થી વધુ બાળકો બોર્ડ/રાજ્યમાં તથા સુરત શહેર Top-10 માં સ્થાન મેળવી ચૂક્યા છે. શાળાના મા.વિ. માંથી આચાર્યએ  શ્રેષ્ઠ આચાર્યનો રાજ્ય પારિતોષિક મેળવ્યો છે. ઉ.મા. વિભાગમાંથી ડો. કિશોરભાઇ એમ. પટેલ   અને પ્રાથમિક વિભાગમાંથી શ્રીમતિ ગીતાબેન વાધેલાએ શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય પારિતોષિક મેળવ્યો છે જે દર્શાવે છે કે શિક્ષક ગણ સુસજ્જ છે. ભૌતિક સુવિધાઓ ફીના ભારણ કે ડોનેશન વગર પુરીપાડવી મોટી ઉપલબ્ધી છે. તમામ પ્રકારની કારકિર્દી માર્ગદર્શન, એપ્ટીટ્યૂડ ટેસ્ટ, કાઉન્સેલીંગ સેવાઓ, online પરીક્ષાના ફોર્મ ભરવા અને રજીસ્ટ્રેશન કરવા, રીઝલ્ટ જોવા, online રીઝલ્ટ ડિકલેર કરવાં જેવી સુવિધાઓ મળી રહે છે. શિક્ષકો માત્ર ચોક-ડસ્ટરને બદલે પેન-ડ્રાઇવ, માઉસ અને ડિજીટલ પેન લઇને વર્ગખંડમાં જતા જોવા મળે છે.

                      શ્રી સત્ય સાંઇ બાબાના આશિર્વાદ સતત સાથે રહ્યા છે. રાંદેર અડાજણ વિસ્તારનાં ઉચ્ચમધ્યમ વર્ગનાં પરીવારના બાળકો સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સુપેરે જતન કરે છે. શાળાનું વાતાવરણ માન અને મર્યાદાથી શોભી ઉઠે છે. શિસ્ત લાદવાને બદલે સ્વયં શિસ્ત અને પોતાની મુશ્કેલીઓ કોઇને પણ મળી કહી શકવાનું ફ્રીડમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

                       હવે અમે e-magazine દ્વારા વધુ સરળતાથી, નજીવા ખર્ચે શાળાની વાતોને ઘર-ઘર પહોંચાડી શકીશું તેવો આત્મવિશ્વાસ છે. દર વર્ષે સુરતને, સુરતના શિક્ષણજગતને શાળાકીય ટેક્નોલોજી ક્ષેત્રે કંઇક નવિન આપવાની આ પ્રક્રિયામાં આ વર્ષનું પ્રથમ નજરાણું  એટલે e-magazine , દિવાળી બાદ શાળા ફરી નવતર પ્રયોગ Technology & Science Lab (work shop) સાથે આગળ વધશે.     

 શ્રી જ્યોતિર પંડયા - શાળાના આચાર્યશ્રી:

bottom of page