top of page

Student's Corner

 

 

              

 

 

મારો પ્રેમ

           મારી જિંદગીની આ સુવર્ણકાળની કહાની, કદાચ બધાને જ હોય લાગુ પડનારી.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉં શોધી કે મારા હ્રદયના દરેક ધબકારે કોઇકનું નામ હોય,

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતા જણાયુ કે, મારું હ્રદય તો મારા માતા પિતા માટે જ ધબકે છે. 

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી જેની સાથે જન્મોજનમની કસમ બાંધું,

                         પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જાણાયું કે, મારા તો દરેક જન્મમાં મારા સાથી માતાપિતા જ છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી કે જે મારા દિલને ચોરી કાયમ માટે એની પાસે રાખે,

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જણાયું કે, મારું દિલ તો હંમેશા માતા પિતા પાસે જ કેદ રહેવા માંગે છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી કોણ મને સાચો પ્રેમ કરે છે,

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જણાયું કે પ્રેમના પર્યાય એવા માતા-પિતા તો મારી સાથે જ છે.

        

 

 

                    

           NiKITA VIPULBHAI PANCHIGAR

           STD - 12D

            

          એક ક્ષણ વિચાર આવ્યો કે મારા પ્રેમીને મારા દિલની વાત કરું,

                           પરંતુ બીજી જ ક્ષણે શોધ કરતા જણાયું કે માતા-પિતાની ઇજ્જત રાખી મે મારા દિલની વાત તો ક્યારની કહી દીધી.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી  જે મારી બધી સમસ્યા દૂર કરી શકે,

                           પણ બીજી જ ક્ષણે વિચાર આવતા જણાયું કે ક્યારે માતા-પિતા સાથે છે ત્યારે કોઇ સમસ્યાને જ અવકાશ નથી.

          એક ક્ષણ વિચાર આવ્યો કે દરેક ક્ષણે અને શ્વાસે કોઇક્નું નામ લઉં,

                           પણ બીજી જ ક્ષણે અને શ્વાસે માતા-પિતાનું જ અમર નામ છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી સાથે જિંદગીના સુખ દુ:ખ વહેંચું.

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જણાયું કે મારા સુખ દુ:ખ તો પહેલાંથી જ માતા-પિતાને ખબર છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે કોઇકનો હાથ થામી સમાજની જંજાળમાંથી છૂટી જાવ,

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જણાયું કે મારા માતા-પિતાના હાથ તો કાયમ મારા હાથમાં જ છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે જોઉ શોધી જેના તન-મનમાં બસ મારું જ રટણ હોય,

                          પણ બીજી જ ક્ષણે શોધ કરતાં જણાયું કે મારા જન્મ પહેલા જ મારા માતા-પિતા દ્વારા એ રટણ ચાલે છે.

          એક ક્ષણ વિચાર આવ્યો કે હોય કોઇ જેને હું મારો પ્રેમ કહી શકું,

                          પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો એની શી જરૂર? પ્રેમના પ્રેમાળ શબ્દને આકાર આપનાર મારા માતાપિતા જ મારો સાચો પ્રેમ છે.

 

યુવાધન

           આજે ભારતમાં અમેરિકાની અડધી વસ્તી કરતાં બમણા યુવાનો રહે છે. આજના સમયમાં એવું કહેવાય છે કે જે દેશ પાસે વધુ યુવાધન હોય તે દેશ કોઇ પણ આપત્તિનો સામનો કરી શકે છે. અને વધુ સમૃધ્ધ બની શકે છે. પણ આપણે ક્યાં છીએ?

                 હવે આપણે ચીનનું જ ઉદાહરણ લઇએ. એ દેશ યુવાનોની તાકાત, સમજ બધાને નિખારવા માટે વધુને વધુ શિક્ષણને વધુને વધુ  રોજગાર આપે છે. જ્યારે આપણા ભારતમાં યુવાનોને નાનપણથી જ શિક્ષણની યોગ્ય સમજ અપાતી જ નથી. અથવા તો જો એમને શિક્ષણ મળી પણ જાય છે તો તેમને રોજગારની તકલીફ પડે છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર આજના યુવાનોની કુટેવો અને વ્યસન તથા માળખાકીય સુવિધાના અભાવને કારણે વ્યાવસાયિક સજ્જતા મેળવી શક્તા નથી. તે મોજશોખમાં જ ડૂબેલો રહે છે. પછી આપણે કહીએ છીએ કે દેશનો વિકાસ નથી થતો. તેનું કારણ જ આ છે. આજે કશે પણ જાઓ તો અનુભવ માંગે છે. પણ મને એ નથી સમજાતું કે તમે અનુભવ લેવા દો તો લઇએ. જે માણસ પાસે 10 વર્ષનો અનુભવ હોય તો એણે પણ કશેથી તો શરૂઆત કરી જ હશે ને. તો જ એની પાસે 10 વર્ષનો અનુભવ થયો ને! આજે દેશમાં કોઇપણ જગ્યાએ મોટા હોદ્દા ઉપર 60-65 વર્ષથી નીચેની વ્યક્તિ નથી જોવા મળતી . જો આજના આપણા નેતા, યુવાન અને ભણેલા હોય તો તેઓ દેશની કોઇપણ સમસ્યા માટે ત્વરિત નિર્ણય લઇ શકે છે. તેથી આપણી બધી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ટેકનોલોજી અને બીજી દરેક ક્ષેત્રે વિકાસ કરી શકે છે.

                       પણ આ માટે આજના યુવાનો એ દેશના માટે નિષ્ઠાથી, સમયસર, સમજપૂર્વક મહેનત કરવી જોઇએ. જેથી આપણે ઉન્નત ભારતનું નિર્માણ કરી શકીએ. યુવાધન વેડફાવું ન જોઇએ, યુવાધનનું જતન થવું જોઇએ.

        

 

 

                    

         URVASHI M. TARVADI

           STD - 11E

     "मिलने की आस"

 

           थके हूए को रथ मिले,

                        धूपमें जलते को तरुवर मिले,

           प्यासेको नदीयां मिले,

                        भूखेको भोजन मिले,

           अंधेको भरोसेकी आंख मिले,

                        हारे को होंसलेका कंधा मिले,

           चांदको अपनी चांदनी मिले,

                        रविको अपना तेज मिले,

            इश्वरको नरसिंह जेसे लाखो भक्त मिले,

                         सेवकको प्रभुकी चरण मिले,

            काफीलेको अपनी मंझिल मिले,

                         हर जीवनको सफलताकी दिशा मिले,

            ये जिंदगी हमें मिले ना मिले,

                         हर क्षणमें परोपकार की भावना मिले ।

        

 

 

                    

         DHVANI S. SHAH

           STD - 11D

        UPASANA M. VAGHELA

           STD - 12D

         Family                                                                                                     

           Families are so big and true

                 Father, mother and babies too

           The father is the breadwinner of

                 the family tree

           And the mother is the light for

                 you and me

           The baby cries and asks for food

           The parents give them something

                                  good

            A family that loves and cares

            Stories, songs and poems they share.

                    

   શૈશવ પાછું આપો

                                                                           

        નદીઓના બેટમાં નાજુક પગલે,

        વીણવા મારે શંખલાને છીપલા.

        તરંગોએ હિલોળા લેતી નમણી મીન,

        મુક્તિબની જોઉ શકું... શૈશવ. 

        કુંજમાં મનમુક્ત ગહેકી શકું,

        કલકલતા ઝરણાના ગીત બની.

        દૂર ડુંગરોની ડાળ ઢળતી સાંજે,

        મુક્તિ બની રમી શકું - શૈશવ.

        ગગનની થાળીમાં ચાંદ બની,

        ચમકી અંધકારને દૂર કરું,

        આખાયે નભમાં વિસ્તરી શકું,

        મુક્તિ એવી પાંખો મળે - શૈશવ.

     

                    

         Ferry me                                                                                                     

            "Ferry me across the water,

                       Do, boatman, do."

            "If you've a penny in

                       your purse

                    i'll ferry you."

 

            "I have a penny in my purse,

                      And my eyes are blue;

                      So ferry me across the

                                      water,

                             Do, boatman, do."

            

             "Step into my ferry-boat,

                   Be they black or blue,

                       And for the penny in

                                  your purse

                            I'll ferry you."

bottom of page