top of page
  • શાળા પરિવાર

સંપાદકીય,

        શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આઇ.એન.ટેકરાવાળા શાળાના દર્પણ સમાન મુખપત્ર ‘સત્યમ’ ની Digital આવૃતિ આપ સમક્ષ પ્રકાશિત કરતાં અમો ઊંડા પરિતોષની લાગણી અનુભવીએ છીએ.

        આ મુખપત્ર નિર્માણ પ્રક્રિયા માટે સતત પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન આપવા બદલ સમસ્ત ટ્રસ્ટ પરિવારના ઋણી છીએ.

        ટ્રસ્ટ-શાળા પરિવાર માટે હંમેશા વિદ્યાર્થી જ કેન્દ્ર સ્થાને રહ્યો છે. શાળાએ વિદ્યાર્થીઓ માટે આદરેલા શિક્ષણ વિકાસના કાર્યો થકી વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભચિંતકો, શિક્ષણ પ્રેમીઓ સૌ માહિતગાર થાય, અમને મૂલવે, પથદર્શક બને તથા પ્રોત્સાહન પૂરું પાડે તેવા ઉમદા ઉદ્દેશથી શાળાના દર્પણ રૂપ વિવિધ શૈક્ષણિક-સહ શૈક્ષણિક પ્રવૃતિઓ, વિદ્યાર્થીઓની ઝોન, તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધિઓ, વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃતિઓ, કાવ્યો, લેખોનું સંકલન કરી News Bulletin ની Digital આવૃતિને આપ સૌ સમક્ષ મૂકવાનો અમારો પ્રયાસ છે.

        અમારા આ કાર્યમાં સહભાગી થનાર વિદ્યાર્થીઓ, ટ્રસ્ટ પરિવાર, વાલીમિત્રો, શુભેચ્છકોનો ઋણ સ્વીકાર કરી આ તકે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.

        ઉક્ત મુખપત્ર ક્ષતિરહિત બનાવવા તેમજ શાળાની તમામ પ્રવૃતિઓની પ્રાપ્ય વિગતો સમાવવા પ્રયાસ કરેલ છે છતાં ક્ષતિ રહી ગઇ હોય તો ક્ષમા યાચીએ છીએ.

 

                                                                        

bottom of page